કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક લાંભવેલ રોડ ઉપર આવેલ ઝાયડસ હોસ્પિટલ ની પાછળ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા તુલીપ મલ્ટી સ્પેશ્યલ્ટી હોસ્પિટલના કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા તુલીપ હોસ્પિટલના કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ તુલીપ મલ્ટી સ્પે. હોસ્પિટલને વહીવટી ચાર્જ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તુલિપ હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા તથા ત્યાં સુધી આ બિલ્ડીંગ નો યુઝ ન કરવા નોટીસ આપવામાં આવી છે અન્યથા મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈને આધીન તુલિપ હોસ્પિટલ સીલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.
