ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે 48 રોડ પર લાખોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર બે જ વર્ષમાં તોડી પાડવાની નોબત આવી છે. એક તરફ જનતા છ વર્ષથી હાઈવેના મંથરગતિ કામને કારણે હાલાકી ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ તૈયાર બ્રિજ તોડીને પ્રજાના પૈસાનું આંધણ કરવામાં આવી રહ્યું છે.
હિંમતનગરના હાજીપુર પાસે નેશનલ હાઈવે પર જ્યાં વિકાસના નામે વિનાશ અને આયોજનના નામે અંધેર નગરી જેવો ઘાટ સર્જાયો છે. ચિલોડા-શામળાજી નેશનલ હાઈવેનું કામ છેલ્લા 6 વર્ષથી કાચબા ગતિએ ચાલી રહ્યું છે. 80 ટકા કામ માંડ પૂરું થયું છે ત્યાં જ તંત્રનો મોટો છબરડો ખુલ્લો પડ્યો છે. માત્ર 2 વર્ષ પહેલાંજ જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેને તોડી પાડવામાં આવી રહ્યો છે. કારણ એવું આપવામાં આવ્યું છે કે બ્રિજની ડિઝાઈન કે નિર્માણમાં ખામી રહી ગઈ છે. સવાલ એ થાય છે કે જ્યારે આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે જવાબદાર એન્જિનિયરો ક્યાં હતા…
