જયેશચંદ્ર શ્રીહરિ નાં “મને તારી યાદ સતાવે અને સાયુજ્ય” બે નવલકથાઓ તથા “મોગરાના ફૂલ અને બાનો ખોળો” નવલિકા સંગ્રહ પ્રકાશિત થતાં પોતાના સમાજના નવોદિત સાહિત્યકારને પાંચ પરગણા સમાજ શામળાજીના ઉપક્રમે મહાકાલી મંદિર સાબલી (રામાયણ) ના પટાગણમા સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રમુખ કાન્તિભાઈ પરમાર, મંત્રી બાબુલાલ સોલંકી, ઈડરના પ્રમુખ બુ. એચ. પરમાર, મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદેવસિહ જેતાવત તથા પાચ પરગણા સમાજના તમામ પદાધિકારીઓ તેમજ કારોબારી સદસ્યો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ જયેશચંદ્ર ને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી
આ સમારંભ સાબલીના જયંતીભાઈ ના યજમાન પદે પ્રયોજાયો હતો. સન્માન પત્રનું વાચન દિનેશ ભાઈ પરમારે તથા જયેશચંદ્ર શ્રીહરિ એ આભાર દર્શન કર્યું હતું
