ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનારી આ પરીક્ષાઓ સંદર્ભે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેમની મુંઝવણો દૂર થાય તે હેતુથી બોર્ડ દ્વારા ખાસ ‘ટોલ-ફ્રી’ હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ કાર્યરત કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન સુવિધા તા. ૧૨/૦૨/૨૦૨૬ થી શરૂ થઈને તા. ૧૮/૦૩/૨૦૨૬ સુધી, દરરોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે એમ સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું .
