- ઘટના: શ્રાવણ માસ દરમિયાન સપ્તેશ્વર સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનો નદીના ઊંડા પ્રવાહમાં તણાયા બાદ ડૂબી જતાં મોત નીપજ્યું.
- બચાવ કામગીરી: ઈડર, હિંમતનગર અને વિજાપુર ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળે પહોંચી ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા.
મૃતક યુવાનોની વિગત:
- ૧) નવદીપ અશોકભાઈ રાવત (ઉંમર ૧૮ વર્ષ, રહે. મોલીપુરા, તા. વડનગર)
- ૨) રાજવીર બાલુજી ઠાકોર (રહે. રામપુરા, ભંડોડા, તા. જોટાણા)
પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે બનેલી આ કરૂણ દુર્ઘટનાથી બંને પરિવારોમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.

