ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી કાયદાના અસરકારક અમલીકરણ હેતુ ગાંધીનગર મુખ્ય મથક ખાતે કાર્યરત નાયબ કમિશનર (FSSAI), વર્ગ-૧ ની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો વી. ડી. રાણાને સોંપવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, વી. ડી. રાણા હાલ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથક, ગાંધીનગર ખાતે ડેઝીગ્નેટેડ ઓફિસર (વર્ગ-૧) તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોતાની હાલની ફરજો ઉપરાંત હવે નાયબ કમિશનર (FSSAI) વર્ગ-૧ તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળશે. વિભાગના સેક્શન અધિકારી પ્રશાંત આર. રાજ દ્વારા આ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવા સૂચના આપવામાં આવી છે.
