ગંગાજલ મિનરલ વોટર પ્લાન્ટ,બરવાવ રોડ પરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખના મકાન માંથી ઝડપાયું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર…
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંગાજલ મિનરલ વોટર પ્લાન્ટ,બરવાવ રોડ વિસ્તારમાં ઓનલાઈન ક્લાસિસના બહાને ચાલતા ગેરકાયદેસર ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડો પાડી પોલીસે લાખોની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ જેમાં ગુલામગોશ ઉર્ફે રાઇડર સબીરભાઈ કુરેશી ( રહે.શાહપુર અમદાવાદ), મોહમ્મદ મુજાહિદ ઉર્ફે રોમન ઈનાયત હુસેન મલેક (રહે, મિરઝાપુર અમદાવાદ, સાહિરખાન ઉર્ફે એલેક્સ બિસ્મિલ્લખાન પઠાણ ( રહે, શાહીબાગ અમદાવાદ), શાહરૂખ ઉર્ફે જેસન મુજીબુરેહમાન શેખ (રહે. સરખેજ અમદાવાદ), ફરતાજ (રહે.વેજલપુર અમદાવાદ), પાર્થ ઉર્ફે સન ભરતભાઈ ચૌહાણ (રહે.હાથીજણ અમદાવાદ), અઝહર ઉર્ફે રોય ગફુરખાન પઠાણ (રહે. સાહઅલમ અમદાવાદ), રાજેશ ઉર્ફે ડેનિયલ ઠાકુરદાસ ભવનાની (રહે. સાબરમતી અમદાવાદ), નિકુંજ ખોડા ભાઈ પટેલ ( રહે. સરસપુર અમદાવાદ), નિસર્ગ અજયભાઈ બારોટ (રહે. કૃષ્ણનગર અમદાવાદ) અટકાયત કરી છે. જ્યારે એક કાર, 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર અને કેબલ સહિત કુલ 20,33,190/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. મળતી માહિતી મુજબ આરોપીઓ વિદેશીઓને સસ્તી લોન આપવાની લાલચ આપી તેમની પાસેથી ડોલરમાં રકમ પડાવતા હતા. ત્યારબાદ આ રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસે આ મામલે સ્થળ પરથી 10 આરોપીઓની અટકાયત કરી છે જયારે ૧.બાબા, ૨.પત્રિક, ૩.જેક સ્ટીમ, ૪.વોલ્ટર, પ.રમીઝ મલિક (આ પાંચે અમેરિકન સિટીઝનના ડેટા આપતા હતા) ૬.સની, ૭.ડાન, ૮.યોરી, (આ ૩ એપલ ગિફ્ટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને ડોલરમાં કન્વર્ટ કરતા હતા), ૯.એલેક્સ ૧૦.જહોન હેનરિકક્સ (આ બંને ડોલર મોકલનાર અને એક્સચેન્જ કરનાર), ૧૧.સાદિક ઉર્ફે રાજા કુરેશી (આ આંગડિયામાં આવેલા નાણા મેળવતો હતો) આરોપી ફરાર છે. આરોપીઓ પર ભારતીય ન્યાય સહિતા 2023 Sections – 316(2), 319(2), 318(4), 61 અને Information Technology Act-2000, ( IT ACT Amendment 2008 ) Section- 66(C),(D) મુજબ ગુનો નોધવામાં આવ્યો છે.

