મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે યોજાનારી ‘ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬’ ના સત્તાવાર કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. બકરી ઇદની જાહેર રજાની તારીખ બદલાવાને કારણે સરકારે પરીક્ષાના સમયપત્રકમાં આ સુધારો કર્યો છે, જેની સંબંધિત તમામ કર્મચારીઓએ ખાસ નોંધ લેવાની રહેશે.
મહેસૂલ વિભાગના તા.૦૨/૦૪/૨૦૨૬ ના પરિપત્રથી નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે તા.૨૫/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ સુધી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના આયોજન માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ. પરંતુ, સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૬ના જાહેરનામાથી બકરી ઇદની જાહેર રજા તા. ૨૭ મેના બદલે તા. ૨૮ મે ૨૦૨૬ ગુરૂવારના રોજ રહેશે તેમ જાહેર થતા મહેસૂલ વિભાગના તા.૨૩/૦૫/૨૦૨૬ ના પરિપત્રથી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ના કાર્યક્રમમાં તે મુજબ આંશિક ફેરફાર કરીને નીચે મુજબનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.
| તારીખ | પ્રશ્નપત્ર નં. | સમય અને પરીક્ષાનો પ્રકાર |
| ૨૫/૦૫/૨૦૨૬ | ૧ | ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક: હેતુલક્ષી (પુસ્તકો સિવાય) ૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક: વર્ણનાત્મક (પુસ્તકો સાથે) |
| ૨૬/૦૫/૨૦૨૬ | ૨ | ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક: હેતુલક્ષી (પુસ્તકો સિવાય) ૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક: વર્ણનાત્મક (પુસ્તકો સાથે) |
| ૨૭/૦૫/૨૦૨૬ | ૩ | ૧૦:૩૦ થી ૧૧:૩0 કલાક: હેતુલક્ષી (પુસ્તકો સિવાય) ૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક: વર્ણનાત્મક (પુસ્તકો સાથે) |
| ૨૮/૦૫/૨૦૨૬ | – | બકરી ઇદની જાહેર રજા (પરીક્ષા રહેશે નહીં) |
| ૨૯/૦૫/૨૦૨૬ | ૪ | ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક: હેતુલક્ષી (પુસ્તકો સિવાય) ૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક: વર્ણનાત્મક (પુસ્તકો સાથે) |
| ૩૦/૦૫/૨૦૨૬ | ૫ | ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક: હેતુલક્ષી (પુસ્તકો સિવાય) ૧૧:૪૦ થી ૧૩:૪૦ કલાક: વર્ણનાત્મક (પુસ્તકો સાથે) |
