હિંમતનગર GMERS જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળે તે હેતુથી ‘CM સેતુ’ યોજના અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ.
કિડની (નેફ્રોલોજિસ્ટ), હૃદય (કાર્ડિયોલોજિસ્ટ), પેટ-પાચનતંત્ર (ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ), મગજ (ન્યુરો સર્જન) અને મૂત્રમાર્ગ (યુરો સર્જન) ના નિષ્ણાતો આપશે ઓપીડી સેવા.
ક્યાં અને ક્યારે મળશે સારવાર?
- નેફ્રોલોજિસ્ટ (ઓપીડી નં. ૦૯): સોમથી શુક્ર બપોરે ૨ થી ૫ | શનિવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦
- કાર્ડિયોલોજિસ્ટ (ઈકો રૂમ): મંગળ, ગુરુ અને શુક્રવારે બપોરે ૨ થી ૫
- ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ (ઓપીડી નં. ૦૯): મંગળ અને શુક્રવારે બપોરે ૨ થી ૫ | શનિવારે સવારે ૯ થી ૧૨
- ન્યુરો સર્જન (ઓપીડી નં. ૦૪): સોમવાર થી શનિવાર સવારે ૯ થી ૧૨
- યુરો સર્જન (ઓપીડી નં. ૦૪): મંગળ, બુધ અને શુક્રવારે સવારે ૧૦ થી ૧
સાબરકાંઠા અને આસપાસના વિસ્તારના દર્દીઓને આ વિશેષ સુવિધાઓનો લાભ લેવા હોસ્પિટલ તંત્રની અપીલ.
