
ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શાળામાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ ૩૬ જેટલા બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ છે. તબિયત લથડતાં જ તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઈડર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, શાળાના ૩૬ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં હાલ તેઓને હોસ્પિટલમાં ભરતી કરીને તબીબી ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ, મધ્યાહન ભોજનમાં ગરોળી પડી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે બાળકોની તબિયત બગડી હતી. ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને સ્થાનિક અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા છે.
