“ACB ના PI દ્વારા અગાઉ પણ અધિકારીઓને સુધરી જવા માટે તાકીદ કરવામાં આવી હતી
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાઈરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વિકાસના કામો માટે આવતી સરકારી ગ્રાન્ટ ના બિલ પાસ કરાવવા બદલ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘ટકાવારી’ ઉઘરાવવામાં આવતી હોવાનો વિડીયો વાઈરલ થયો છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, મળતી માહિતી મુજબ જાદર ગ્રામ પંચાયતના એક સદસ્યે કેમેરા સામે કબૂલાત કરી છે કે, રૂપિયા 15 લાખના બિલ પાસ કરાવવા માટે સાહેબને 45 હજાર રૂપિયાની ટકાવારી આપવામાં આવી છે.
TDO થી લઈને ઓપરેટર સુધીના તમામ શંકાના ઘેરામાં
આ કૌભાંડમાં કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ આખી ચેઈન સંડોવાયેલી હોવાની આશંકા છે.
એક તરફ સામાન્ય પ્રજા પોતાના નાના કામો અને વિકાસના કાર્યો માટે કચેરીના ધક્કા ખાઈ રહી છે અને લાઈનોમાં ઊભી રહે છે, બીજી તરફ ‘સાહેબો’ ટકાવારી ઉઘરાવવામાં મસ્ત છે. આ વીડિયો વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા ઈડર તાલુકા પંચાયતના આ ‘બાબુઓ’ સામે કેવા પગલાં લેવામાં આવે છે.
