ઈડર નગરપાલિકામાં ભાજપ શાસનના 5 વર્ષમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ: નિષ્પક્ષ તપાસની માંગ
ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત ભારતીય જનતા પાર્ટીના શાસન સામે કોંગ્રેસે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ‘વિકાસ પત્રિકા’ને ‘ભ્રષ્ટાચારની પત્રિકા’ ગણાવી છે.
મુખ્યઆક્ષેપો:
- રાજાના સ્ટેચ્યુનો અભાવ: ઈડરના રાજાએ કરોડોની સંપત્તિ દાનમાં આપી હોવા છતાં તેમનું સ્ટેચ્યુ કેમ નથી મુકાયું? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
- ટાઉન હોલ અને શોપિંગ સેન્ટર: ટાઉન હોલના વારંવાર થતા રિનોવેશન છતાં આજે પણ ત્યાં સુવિધાઓનો અભાવ છે. શોપિંગ સેન્ટરમાં માલિકી હક્ક મુદ્દે પણ વિસંગતતા હોવાનો દાવો કર્યો છે.
- નગરપાલિકા ઓફિસ: માત્ર 10 વર્ષમાં ઓફિસ તોડી પાડીને ફરીથી બનાવવાનો નિર્ણય સ્વયં પ્રસિદ્ધિ માટે હોવાનું જણાવાયું છે.
- પાણીના ટાંકા અને લાઈબ્રેરી: વુડહાઉસ લાઈબ્રેરી જેવી વર્ષો જૂની સંસ્થાઓ બંધ કરી દેવાઈ છે. પાણીના ટાંકા અને પાઈપલાઈન કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે.
- સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર: સ્મશાનની સઘડીઓ અને લાકડાના વ્યવહારમાં પણ નીતિમત્તા નેવે મૂકી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની તથા સ્મશાનની સઘડીને કાટ આવીગયો પણ હજુ ચાલુ ન થઇ હોવાની વાત પણ કરી છે.
કોંગ્રેસનીમાંગ:
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે ભાજપના જ કેટલાક આગેવાનો કોન્ટ્રાક્ટર બનીને ભ્રષ્ટાચારમાં લુપ્ત છે. આ પાંચ વર્ષના કામોની નિષ્પક્ષ ન્યાયિક તપાસ (SIT) અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
