બેઠક દરમિયાન દરેક પેટ્રોલ પંપ ના માલિકોને રોજે રોજના જથ્થાની તથા વેચાણની વિગતો મોકલવા સૂચના આપવામાં આવી
વડાલી તાલુકામાં આવેલ કુલ આઠ પેટ્રોલ પંપ ના માલિકો તથા ગેસ એજન્સીના સંચાલક સાથે હાલની પ્રવર્તમાં સ્થિતિને ધ્યાને લઈ બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન દરેક પેટ્રોલ પંપ ના માલિકોને રોજે રોજના જથ્થાની તથા વેચાણની વિગતો મોકલવા સૂચના આપવામાં આવી છે. પેટ્રોલ ડીઝલની સંગ્રહ ખોરી ન કરવા તેમજ ગ્રાહકોને અછત ન હોવા અંગે માહિત ગાર કરવા તેમજ પેટ્રોલ, ડીઝલ ની અછત નથી તમામ ગ્રાહકો ને નિયમિત જથ્થો મળી રહેશે તે બાબતે નો પ્રચાર- પ્રસાર કરવા પેટ્રોલ પંપ ના માલિકોને સમજ આપી હતી. વડાલી તાલુકામાં આવેલ એકમાત્ર ગેસ એજન્સીના સંચાલકને રોજે રોજની ડિલિવરી તથા સ્ટોક ની વિગતો મોકલવા તથા MDM કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો ને ગેસની બોટલ અગ્રતાના ધોરણે આપવા સૂચના આપવામાં આવી હતી તથા ગેસની બોટલનુ બ્લેકમાં વેચાણ ન થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી તેમજ આવનાર ગ્રાહક જોડે સભ્યતાથી વર્તન કરવા અને દરેક ગ્રાહકને સમયસર અને નિયમિત પુરવઠો મળી રહે તે બાબતે સમજૂત કરવા તેમજ ગ્રાહકો ને અફવાઓ થી દૂર રહેવા વાડાલી મામલતદાર ધ્વારા જણાવવામાં આવ્યું છે.
