સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગની આસપાસનો કચરો દૂર કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવાઈ
ઇડર તાલુકાના પાનોલ અને માથાસુર ગામમાંથી પસાર થતા અંબાજી પદયાત્રી રૂટ પર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પદયાત્રીઓની અવરજવર દરમિયાન માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.
સફાઈ અભિયાન દરમિયાન પદયાત્રી માર્ગ તેમજ આસપાસના વિસ્તારોમાં એકત્રિત થયેલી ગંદકી અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. સાથે જ એકત્રિત કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી પદયાત્રીઓને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે.
પદયાત્રી રૂટ પર સ્વચ્છતા જાળવવાની સાથે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અંગે પણ જનજાગૃતિ કરવામાં આવી હતી. પદયાત્રીઓ તથા સ્થાનિક લોકોને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
સેવા સંકલ્પ અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીનો હેતુ અંબાજી તરફ જતા પદયાત્રીઓને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવા સાથે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો હોવાનું જણાવાયું છે.
પાનોલ અને માથાસુર ગામના પદયાત્રી રૂટ પર હાથ ધરાયેલી આ સફાઈ ઝુંબેશથી યાત્રા માર્ગની સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળોની યોગ્ય જાળવણી અંગે સ્થાનિક સ્તરે સંદેશ આપવામાં આવ્યો હતો.
