સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના NPS (National Pension System) પેન્શનધારકોના પેન્શનને લગતા પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે આગામી સમયમાં ‘NPS પેન્શન અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦-૦૩-૨૦૨૬ (સોમવાર) બપોરે ૧૨:૦૦ કલાકે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસની કચેરી, સાબરકાંઠા ડિવિઝન, હિંમતનગર – ૩૮૩૦૦૧ ખાતે ‘NPS પેન્શન અદાલત’ યોજાશે.
આ અદાલતમાં નીતિવિષયક મુદ્દાઓ સિવાયના પેન્શનને લગતી અન્ય ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પેન્શનરોએ પોતાની ફરિયાદો સ્પષ્ટ અને મુદ્દાસર રીતે લખીને મોકલવાની રહેશે. એક અરજીમાં એક કરતા વધારે મુદ્દાઓ કે વિષયનો સમાવેશ ન હોવો જોઈએ. ફરિયાદો આગામી તા. ૨૫-૦૩-૨૦૨૬ (બુધવાર) સુધીમાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસ, સાબરકાંઠા ડિવિઝન, હિંમતનગરને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા બાદ મળેલી ફરિયાદોને ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવા અધીક્ષક ડાકઘર, સાબરકાંઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
