વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલા અને એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઈડર ખાતે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ GETCO વિભાગીય કચેરી, ઈડર દ્વારા તેમની કચેરીના પરિસરમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન અને સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં
- શ્રીમતી અનસુયાબેન એમ. પટેલ – પ્રમુખ, ઈડર નગરપાલિકા
- ઉપેન્દ્રકુમાર એમ. સુતરીયા – અધ્યક્ષશ્રી, ટાઉન પ્લાનિંગ
- રાજેશભાઈ પરમાર – ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લા ભાજપ
- મોતીભાઈ – મહામંત્રી, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા, ભાજપ
- એમ. કે. બરંડા – કા.વા. કાર્યપાલક ઇજનેર, એ.એમ. વિભાગીય કચેરી, ઈડર
- જે. વી. રાઠોડ – નાયબ ઇજનેર, GETCO
- ડી. એસ. ખરાડી – નાયબ ઇજનેર, GETCO
- એમ. એસ. શ્રીમાળી – નાયબ અધિક્ષક (વહીવટી)
- એચ. આઈ. સુતરીયા – સિનિયર આસિસ્ટન્ટ (વહીવટી)
મુજબના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજેશભાઈ પરમાર અને GETCO ના કાર્યપાલક ઈજનેર એમ. કે. બરંડાએ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ઉપરાંત ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. બપોરે ૩ વાગ્યે શરૂ થનારા આ સ્વચ્છતા અભિયાનમાં GETCO ના તમામ કર્મચારીઓ અને સ્ટાફ સક્રિયપણે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવશે.


